બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા મુદ્દે ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે નારાજગી વ્યક્ત કરી
બ્રિટનમાં ભારતીય મૂળનાં સાંસદ અને દેશના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચાર મુદ્દે આક્રોશ વ્યક્ત કરી છે તેમણે બ્રિટિશ સરકારને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાં વિનંતી કરી છે. ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટનાં શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.